રવિવાર, 7 માર્ચ, 2010

મારો જાપાન નો પ્રવાસ ભાગ -૧

કાર્યાલયમાંથી થોડા સમય પહેલાં મારે અઠવાડિયા માટે જાપાન જવાનું થયું હતું.

હું આમ તો દેશ/પરદેશ થોડું ઘણું ફરેલો છું એટલે પરદેશની એટલી બધી નવાઇ તો નહોતી પરંતુ ભારતથી પૂર્વ તરફ જાપાન જેટલો દૂર તો પહેલી વાર જવાનું હતું એટલે નવા પ્રકારના અનુભવો થશે તેની ખાતરી હતી. હું પાછો શુધ્ધ શાકાહારી એટલે થોડી ઘણી ખાવાની તકલીફ પણ પડવાની હતી એ ખબર હતી. મારા એક સહકર્મચારી જે શાકાહારી છે અને નિયમિત દર મહિને બે મહિને જાપાનનો પ્રવાસ ખેડે છે એમની વચ્ચે અને મારી વચ્ચે જતા પહેલા, નીચે પ્રમાણે વાતચીત થઇ.

સહકર્મચારી: "શું તું શાકાહારી છું?

હું : "હા. એકદમ શુધ્ધ શાકાહારી."

સહકર્મચારી: "ઇંડા પણ નથી ખાતો?"

હું : "ના. અને બને તો ઇંડાવાળી કેક ખાવાનું પણ ટાળું છું"

સહકર્મચારી: "તો પછી તને ખાવાની થોડી ઘણી તકલીફ પડશે જ. અહીંથી મેગી કે એના જેવી ખાવાની ચીજ વસ્તુઓ લઇ જવાની આળસ ન કરતો. કારણકે જાપાનીઝ લોકોને ખબર અંગ્રેજી ખાસ આવડતું નથી તને પૂછીને ખબર નહી પડે કે વાનગી શાકાહારી છે કે નહીં."

હું : "સારૂં, લઇ જઇશ પરંતુ મારે કોઇ જાપાનીશ વાનગી ખાવી હોય તો શું કરૂં ? આટલો દૂર જવું છું તો એકાદ વાર ચાખવાની ઇચ્છા તો ખરી."

સહકર્મચારી: "તારે ત્યાંની ખાવી હોય તો પહેલા તો પૂછજે કે શાકાહારી છે? અને ખાસ તો એ યાદ રાખજે કે ભારતીયોની અને જાપાનીઓની શાકાહારની વાખ્યામાં આસમાન જમીનનો ફેર છે. અમુક લોકો માછલી,ઇંડા અને મરઘી બઘાને શાકાહારી ખોરાક જ ગણે છે. ત્યાંની ભારતીયા રેસ્ટોરંટમાં પણ નાન/રોટીમાં ઇંડા હોય છે."

હું : "માછલી કેવી રીતે શાકાહારી માં ગણાય ? પરંતુ પછી મને ૧૦૦ % ખાતરી કેવી રીતે થાય કે હું શાકાહારી ખાઇ રહ્યો છું."


સહકર્મચારી: "એતો સરળ છે. જાપાનીઝ ખાદ્યપદાર્થને ખાવાના મેજ પર મુકજે અને ૧૦-૧૫ મિનિટ સુધી તેનું સતત અવલોકન કરજે. જો ખોરાક માં કોઇ પ્રકાર નું હલનચલન ન દેખાય તો શાકાહારી સમજી ખાઇ લેજે :-)"મેં જાપાની વાનગી ખાઘી તેની છબી અહીં આપી છે. અંગ્રજી કહેવત પ્રમાણે એક છબી = ૧૦૦૦ શબ્દો.

3 ટિપ્પણીઓ:

  1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. to akhare te je vaanagi khadhi'ti e shakahari hati ke nahi? ema koi jaat nu halan-chalan thatu hatu ke nahi?

    જવાબ આપોકાઢી નાખો