રવિવાર, 4 એપ્રિલ, 2010

એક અનોખું કાવ્ય અને એનો પ્રતિભાવ

ઇન્ટરનેટ પર રઝળતા રઝળતા નજરે પડેલી એક કવિતા હું અહીંયા રજુ કરી રહ્યો છું.
કવિ કોણ છે એની તો ખબર નથી.

પરદેશ નિવાસી ગુજરાતીની મનોવેદના

એવુંય નથી કે વતન માટે મને પ્રીત નથી,
હું એય જાણુ છું કે અમેરીકા રહેવામા મારૂં હિત નથી.
ઇચ્છા થાય છે કે અમેરીકાનાં અનુભવો લખું,
પણ તમને શુ લખું ? અહીયા સંસ્કાર કે સંસ્કૃતિ નથી.
મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફ્સોસ,
હવે, હિમાલય છોડીને સોનાનાં ઢગલા મેળવવામાં કાંઇ જીત નથી.
અમેરીકન "રૅપ" સોંગ સાંભળીને કાન થાય છે એઠાં
અહીંયા નરસિંહ મીરાંનાં પ્રભાતિયા કે ભજન જેવું કર્ણપ્રિય સંગીત નથી.
સંતાનો નાં ઉછેરીકરણનોય અહીંયા હોય છે હિસાબ કિતાબ,
અહીંયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી.
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા,
સ્ત્રીના બાહ્ય સૌંદર્ય ખરૂં પણ દિલમાં ચોખ્ખાઇ નથી.
પ્રેમ , વિશ્વાસ અને નિસ્વાર્થ આધારિત સંબંધો નથી,
"ઇન્ડીયન કલ્ચર" જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી.
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ,
મનને મારીને જીવ્યાકરવું એ સારી રીત નથી.


હવે વાંચો એનો જડબેસલાક જવાબ ,

એક ભારતનિવાસી ગુજારાતીનો ઉપદેશ

જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદિરોમાં, જયાં વિદ્યાર્થીનીઓ સલામત નથી,
ત્યાં રોજે સંસ્કૃતિનાં બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બીભત્સ નૃત્યોને રોજ ટી.વી. પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશનોને વખોડવી ઠીક નથી.
જયાં વ્રુદ્ધાશ્રમ નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતીય માંબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માંને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગર આ ફોગટના આંસુ ઠીક નથી.

1 ટિપ્પણી: